• Contact Us
Shyamal Saumil Logo

સંગીત

સૌની સાથે ...સદાને માટે...

સંગીત

સૌની સાથે ...સદાને માટે...

સંગીત

સૌની સાથે ...સદાને માટે...

સંગીત

સૌની સાથે ...સદાને માટે...

સંગીત પ્રવૃત્તિઓ

Music Mehfil

શુભ પ્રસંગોએ તથા સાહિત્ય અને સંગીતના પ્રેમીઓની મહેફિલમાં જુના-નવાં ગુજરાતી ગીત-ગઝલની રજૂઆત...

વધુ વાંચો

Garba

વિવિધ પ્રસંગોએ ગવાતાં શક્તિવંદના , કૃષ્ણભક્તિ અને લોકગરબાની પરંપરા સાચવીને થતી આધુનિક રજૂઆત...

વધુ વાંચો

Bhaktigeet

વિવિધ ધર્મવિશેષની ચિંતન પરંપરાને વ્યક્ત કરતી ભક્તિ રચનાઓનું ગાન . ઉદાહરણ તરીકે ...જૈન, સ્વામીનારાયણ, વૈષ્ણવ સંપ્રદાય...

વધુ વાંચો

Ghazal / Mijalas

પરંપરાથી અર્વાચીન સમય સુધીની ગુજરાતી ગઝલયાત્રાના સીમાસ્થંભ રૂપ શાયરોની ગઝલોનું ગાન...

વધુ વાંચો

Lagnageet

શુભલગ્ન  પ્રસંગે વિધિ અનુસાર ગવાતાં પારંપરિક લગ્નગીતોની એનાં અસલ ઢાળમાં રજૂઆત...

વધુ વાંચો

Theme Based Program

વિવિધ પરિકલ્પના ધરાવતા જુદા જુદા વિષયવસ્તુ પર આધારિત સંકલિત કાર્યક્રમો .

વધુ વાંચો
‘ટ્રાન્સફ્યુઝન’ બેન્ડ

આધુનિક સમયમાં, આધુનિકતા સાથે ગુજરાતી, હિંદી, ઈંગ્લીશ ગીત-સંગીતની પ્રસ્તુતિ

શ્યામલ-સૌમિલ મુનશી છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતી ભાષા અને સંગીત માટે દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતા છે અને હવે તેમના દ્વારા આધુનિક સમયમાં આધુનિકતા સાથે ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ની પ્રસ્તુતિ
કિશોરો અને યુવાનોને ભાષા અભિમુખ કરવા કરી. આ બેન્ડના વિવિધ કલાકારોની રજૂઆતોમાંથી શબ્દો અને સંગીતના માધ્યમ દ્વારા, કિશોરો અને યુવાનોમાં ભાષાપ્રેમનો સંચાર કરવાનો આશય હોવાથી તેનું નામ ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ રાખવામાં આવ્યું છે. સમજાય તેવા સરળ અને સામાન્ય શબ્દો, યુવા દિલને અસર કરતી અભિવ્યક્તિઓ, વય સાથે લય મિલાવતું સંગીત, વિવિધ ભાષાઓ, વાજિંત્રો, સંગીત પ્રકારો અને શૈલીઓનું યોગ્ય મિશ્રણ વગેરે ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ની આગવી વિશેષતા છે.

આવી ખાસ રજૂઆતને કારણે, યુવાનો સુધી પહોંચવામાં સામાન્ય રીતે આવતા ભાષાના, વિચારોના અને સંગીત શૈલીના અંતરાયો દૂર કરવાની ક્ષમતા, ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ને એક અસરકારક અને સફળ બેન્ડ બનાવ્યું.

૨૫ ફેબ્રુઆરી, રવિવારના રોજ સાંજે ૭.૩0 કલાકે ઉપાસના રંગમંચ ખાતે ભજવાશે.

સમયની સાથે ,વય સાથે લય મિલાવતું સંગીત નીચેની શ્રેણીઓ અંતર્ગત અમે નિર્માણ કરીએ છીએ.
chanchal
યૌવનના થનગનાટનો લીલોછમ ટહુકો, યુવાન મન – હદયને ડોલાવતાં તાજગી, તરવરાટ અને હાસ્યસભર ગીતો. 
વધુ વાંચો
Sheetal
ગુજરતી સાહિત્યનાં, સાચવવાં ગમે એવાં ગીતો-ગઝલોનો ખજાનો કાવ્યની સંગીતમય રજૂઆતની શીતલ સ્વર લહેરી. 
વધુ વાંચો
Nirmal
ભક્તિસભર પદ, કવિતાનું ભાવસભર ગાન, અજંપ મનને શાતા આપતાં અને શાંત મનને ધ્યાનસ્થ કરતા શ્લોક,સ્તુતિ અને મંત્રગાનનો અલૌકિક અનુભવ. 
વધુ વાંચો
Komal
આપણી આવતીકાલ સમા બાળકોના સૂરમય સંસ્કાર ઘડતરની જવાબદારી ઉપાડતો હળવાશભર્યો અભિગમ . માહિતી, મસ્તી અને મનોરંજનનો વારસો . ગઈકાલ અને આજના બાળપણને આંગળી પકડીને પ્રસન્નતાના પ્રદેશમાં લઈ જવાનો સુરીલો પ્રયત્ન. 
વધુ વાંચો
છેલ્લા પંદર વર્ષથી શ્રોતા સભ્યો માટે જુદા જુદા વિષય વસ્તુ પર આધારિત નાવીન્ય સભર કાર્યક્રમો રજુ કરતી એકમાત્ર કલા સંસ્થા.
સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ

વિવિધ લલિતકલાઓના ઉપાસકો, એમની સાધના અને એમની પ્રવૃત્તિઓની સાધિકાર નોંધ લેવાય એવાં સામયિકની સદંતર ગેરહાજરીમાં શ્યામલ-સૌમિલે આ ખાલીપો પુરવાની પહેલ કરી, અને એમાંથી પ્રગટ્યું ‘સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ”.
ગુજરાત અને ગુજરાત બહાર થયેલી કલાપ્રવૃત્તિ અને કલાજગત સંદર્ભે મહત્વની ઘટનાનો તસવીરો સાથેનો અહેવાલ દર મહીને પ્રકાશિત કરતું આ એકમાત્ર રંગીન કલાપત્ર છે . ‘સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ”ની વિશેષતા એ છે કે કલાકારો દ્વારા જ ચાલતા આ માસિકમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ કલાકારો અને કલાપ્રવૃત્તિનો સમાવેશ થાય છે. લલિતકલાના ક્ષેત્રનું ગૌરવ વધે અને વિશાળ વાચકવર્ગ વચ્ચે માહિતીનો સેતુ સર્જે  છે આ ‘સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ”.

Our Latest Swarsetu News Digest