• Contact Us
Shyamal Saumil Logo

‘ટ્રાન્સફ્યુઝન’ બેન્ડ

‘ટ્રાન્સફ્યુઝન’ બેન્ડ

આધુનિક સમયમાં, આધુનિકતા સાથે ગુજરાતી, હિંદી, ઈંગ્લીશ ગીત-સંગીતની પ્રસ્તુતિ

શ્યામલ-સૌમિલ મુનશી છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતી ભાષા અને સંગીત માટે દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતા છે અને હવે તેમના દ્વારા આધુનિક સમયમાં આધુનિકતા સાથે ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ની પ્રસ્તુતિ
કિશોરો અને યુવાનોને ભાષા અભિમુખ કરવા કરી. આ બેન્ડના વિવિધ કલાકારોની રજૂઆતોમાંથી શબ્દો અને સંગીતના માધ્યમ દ્વારા, કિશોરો અને યુવાનોમાં ભાષાપ્રેમનો સંચાર કરવાનો આશય હોવાથી તેનું નામ ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ રાખવામાં આવ્યું છે. સમજાય તેવા સરળ અને સામાન્ય શબ્દો, યુવા દિલને અસર કરતી અભિવ્યક્તિઓ, વય સાથે લય મિલાવતું સંગીત, વિવિધ ભાષાઓ, વાજિંત્રો, સંગીત પ્રકારો અને શૈલીઓનું યોગ્ય મિશ્રણ વગેરે ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ની આગવી વિશેષતા છે.

આવી ખાસ રજૂઆતને કારણે, યુવાનો સુધી પહોંચવામાં સામાન્ય રીતે આવતા ભાષાના, વિચારોના અને સંગીત શૈલીના અંતરાયો દૂર કરવાની ક્ષમતા, ‘ટ્રાન્સફ્યુઝન બેન્ડ’ને એક અસરકારક અને સફળ બેન્ડ બનાવ્યું.

૨૫ ફેબ્રુઆરી, રવિવારના રોજ સાંજે ૭.૩0 કલાકે ઉપાસના રંગમંચ ખાતે ભજવાશે.