વિવિધ પરિકલ્પના ધરાવતા જુદા જુદા વિષયવસ્તુ પર આધારિત સંકલિત કાર્યક્રમો. પૂર્વ નિર્ધારિત વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને નવાં અને જૂનાં ગીતોની રસપ્રદ રજૂઆત કરતાં 70 ઉપરાંત નાવીન્યસભર કાર્યક્રમો.
ઉદાહરણ તરીકે :
- સુખનું સરનામું : સુખને ગુજરાતી ગીતોમાં શોધવાનો અવસર.
- કંઠ ઉજવે કેલેન્ડર : તહેવારોથી ગીતોને ઉજવવાનો અવસર.
- કુર્યાત સદા મંગલમ / દંગલમ : લગ્ન વિશેની સારી અને સાચી વાતો કરતો બે ટાઈટલ ધરાવતો કાર્યક્રમ.
- બારમાસી વૈભવ : ગુજરાતી ગીત ગઝલનો જાજરમાન જલસો. કવિના શબ્દો, સ્વરકારોના સ્વરાંકનો, ગાયકોના સૂરો અને શ્રોતાઓની દાદથી છલકતો સ્વરવૈભવ.
- નારી વ્હાલપમાં વસનારી : સંગીત સાથે સ્ત્રી સંવેદના સફર.
- સફળતાનું સંગીત : સૂર-શબ્દના સથવારે સફળતાની સફરનો અનુભવ.
- સ્વરસાતમનો મેળો : ભેળાં થઈ મેળામાં મ્હાલવાનો અને સંગીતને માણવાનો અવસર.
- એક સ્કૂલ હળવી ફૂલ : અભ્યાસક્રમ જેવા કાર્યક્રમમાં ભણીએ, માણીએ, વિષયોનાં વિવિધરંગી ગીતો અને વાતો પાઠ્યપુસ્તકની પેલે પાર જઈને.
- મોરપિચ્છ : રાધા-કૃષ્ણની સ્નેહ સૃષ્ટિના ગીતો.
- જીવન જંકશન : સમયપત્રક અને સિગ્નલના ઈશારે આવતી જતી રેલગાડીઓ. સૂર–શબ્દના પાટા અને આપણા સૌનું જીવન જંકશન.