સ્વરસેતુ લીસનર્સ ગ્લોબલ ફોરમનો મૂળ આશય મનોરંજન છે. વિશ્વના વિવિધ દેશોમાં રહેતા શ્રોતાઓ સુધી ગુજરાતી સંગીતના વૈવિધ્યસભર, નાવિન્યસભર અને તાજગીસભર કાર્યક્રમોને ઓનલાઇન રજૂ કરવાના હેતુથી સ્વરસેતુ ગ્લોબલ લીસનર્સ ફોરમની રચના કરી છે. આ આયોજનને કારણે, ઘરની બહાર જઈ ના શકતા અથવા તો ના જવા માંગતા શ્રોતાઓ ઘર બેઠા, પરિવાર સાથે, સુવિધાપૂર્વક જાતજાતના કાર્યક્રમો માણી શકશે. વિવિધ વિષયવસ્તુ અને પરિકલ્પના ધરાવતી રજૂઆતોમાં નામાંકિત તેમ જ નવોદિત કલાકારો, કવિઓ, સંચાલકો, વક્તાઓ, હાસ્યકારો અને સુગમસંગીત, ઉપશાસ્ત્રિય સંગીત, લોકસંગીત, સુયોગ્ય ફિલ્મ સંગીત વગેરેનો સમાવેશ આ કાર્યક્રમોના માળખાની વિશિષ્ટતા છે