વિવિધ લલિતકલાઓના ઉપાસકો, એમની સાધના અને એમની પ્રવૃત્તિઓની સાધિકાર નોંધ લેવાય એવાં સામયિકની સદંતર ગેરહાજરીમાં શ્યામલ-સૌમિલે આ ખાલીપો પૂરવાંની પહેલ કરી, અને એમાંથી પ્રગટ્યું ‘સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ”.
ગુજરાત અને ગુજરાત બહાર થયેલી કલાપ્રવૃત્તિ અને કલાજગત સંદર્ભે મહત્વની ઘટનાનો તસવીરો સાથેનો અહેવાલ દર મહીને પ્રકાશિત કરતું આ એકમાત્ર રંગીન કલાપત્ર છે. ‘સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ”ની વિશેષતા એ છે કે કલાકારો દ્વારા જ ચાલતા આ માસિકમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સઘળા કલાકારો અને કલાપ્રવૃત્તિનો સમાવેશ થાય છે. લલિતકલાના ક્ષેત્રનું ગૌરવ વધે અને વિશાળ વાચકવર્ગ વચ્ચે માહિતીનો સેતુ સર્જે છે. આ ‘સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ”.
Subscription Form