૬ ઓડિયો સીડીનો સંપુટ છે. જેની પ્રત્યેક સીડી એક કવિ-ગીતકારને સમર્પિત છે. આ કવિઓ છે: તુષાર શુક્લ, રમેશ પારેખ, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, રમણભાઈ પટેલ અને માધવ રામાનુજ. હસ્તાક્ષર શ્રેણીનું શીર્ષક ગીત જગજીતસિંગે ગાયેલ છે. શ્રેયા ઘોષાલનું ગાયેલું પ્રથમ ગુજરાતી ગીત આ શ્રેણીમાં છે. ઉત્તમ ધ્વનિમુદ્રણ, સુરીલું વાદ્યવૃંદ સંયોજન અને લંડન ખાતે જેનું માસ્ટરીંગ કરવામાં આવ્યું છે, એવો આ સંપુટ કાવ્યરસિકો માટે એક લ્હાવો બની રહે છે.
હસ્તાક્ષર શ્રેણીમાં હિન્દી ફિલ્મજગતનાં શંકર મહાદેવન, રૂપકુમાર રાઠોડ, ભુપીન્દરસિંગ, ઉદિત નારાયણ, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ, મિતાલીસિંગ વગેરેએ કંઠ આપ્યો છે. ગુજરાતી કાવ્યસંગીતના પ્રતિષ્ઠિત કલાકારો આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ, નિશા અને સોલી કાપડિયા, વિરાજ-બીજલ ઉપાધ્યાય અને ગાર્ગી વોરાએ પણ રજૂઆત કરી છે. કેટલાક નવોદિત કલાકારોએ પણ અહીં પોતાનો કંઠ રેલાવ્યો છે.
હસ્તાક્ષર આલબમ એ ગ્લોબલ ગુજરાતનું ગૌરવ છે, પ્રાંત અને પ્રજાની પ્રતિષ્ઠા છે.